મોરબી : મોરબીના ભરતનગરથી રંગપર-બેલા રોડ કે જે ખોખરા હનુમાન રોડ તરીકે ઓળખાય છે, તેના પર પડેલ મસમોટા ખાડા તથા લોખંડના સળીયા નીકળી ગયેલ છે. તો તે રોડનુ સમાર કામ કરવા તથા અધુરો રોડ પુરો બનાવવા બાબતે જાગૃત નાગરિક મેહુલ ગાંભવા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીમાં ભરતનગરથી રંગપર-બેલા રોડ ફેકટરી વિસ્તારમાં જવા-આવવા પૈકીનો એક રોડ છે. જ્યાંથી દરરોજના હજારો વાહનો પસાર થતા હોય છે. જેમના માટે આ ખાડા અવરોધરૂપ બની જાય છે. તેમજ લોખંડના સળીયા નીકળી ગયેલ છે. વધુમાં, આ ખાડા રાત્રે જોઈ શકાય એમ ન હોવાથી અકસ્માત થવાની ભીતિ પણ રહે છે. ઉપરાંત, ચાલુ રસ્તાની આવી દયનિય હાલતના લીધે પુષ્કળ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આથી, આ સમસ્યાના ઉકેલ હેતુ રીપેરીંગ કરવા સત્વરે ઘટતું કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે. જેથી કરીને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તેવી અપીલ રજુઆતમાં કરવામાં આવી છે.