મોરબી : હમણાંથી મોસમે અચાનક કરવટ બદલી છે.તેથી છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની મૌસમમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ.પડવાની આગાહી કરવામાં આવી છે.જેને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.દરમિયાન આજે કમોસમી વરસાદની આગાહી વચ્ચે મોરબીમાં વાતવરણમાં અસાધારણ પલ્ટો આવ્યો છે.જોકે દિવસભર ગરમી રહી હતી.તેથી વાતવરણમાં પલ્ટો આવ્યો છે અને ધૂપછાવ જેવું વાતવરણ રહ્યું હતું.જ્યારે સાંજે વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું.આ વાતાવરણમાં આવેલ પલ્ટાથી ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.