મોરબી : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકારે ગંભીર બનીને રાજ્યમાં ફાયર સુવિધા અંગે કડક અંદેશો જાહેર કર્યા છે.જેના પગલે મોરબી જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.કોવિડ હોસ્પિટલો સહિતના સ્થળે ફાયર સેફટીની પૂરતી સુવિધા છે કે કેમ તે અંગે સઘન ચકાસણી કરવામાં આવી હતી.ત્યારે આજે મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સ્ટાફને ફાયરની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી અમરીનખાન દ્વારા પોલીસ સ્ટાફને આગ લાગે ત્યારે આગને કેવી રીતે બુઝાવી શકાય તે અંગે સઘન તાલીમ આપવામાં આવી હતી અને આગની દુર્ઘટનામાં જાનમાલના રક્ષણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.