મોરબી : મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાઠે સોઓરડીની પાછળ આવેલ ચામુંડાનગરમાં રહેતા દિનેશ મગનભાઈ પરમાર (ઉ.વ. 43)એ ગઇકાલે રાત્રે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં છેલ્લા થોડા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણથી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.