હળવદ : હળવદના સેવાભાવી નવયુવાન અને શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવેની વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડી.આર.યુ.સી.સી બોર્ડ મેમ્બર તરીકે નિમણૂક થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે તપનભાઈ દવે નાની ઉંમરથી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જીવદયા ગૌસેવા અને માનવસેવાની સાથે સંકળાયેલ અનેક સેવાકીય પ્રવૃતિઓમાં ની:સ્વાર્થ ભાવે જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ વર્ષોથી નિસ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને સંગઠન જિલ્લા કક્ષા અને પ્રદેશ કક્ષા સુધીની વિવિધ જવાબદારી સંભાળી અને હાલ હળવદ શહેર યુવા ભાજપની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે તપનભાઈ દવેને વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝનની ડી.આર.યુ.સી.સી કમીટીમાં બોર્ડ મેમ્બર તરીકે નવીન જવાબદારી મળતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.