મોરબી : મોરબીના બેલા તાલુકામાં રહેતી નેહા કેતનભાઈ પારેખએ L.L.B. સેમ-2ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું. બેલા નિવાસી સ્વ. મનહરલાલ છગનલાલ પારેખની પૌત્રી નેહા કેતનભાઈ પારેખએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની L.L.B સેમ-2ની પરીક્ષા માટે કોરોના કહેર વચ્ચે પણ તૈયારી કરી હતી. અને મોરબી જિલ્લામા પ્રથમ આવીને નવયુગ લો કોલેજ (વિરપર), પારેખ પરિવાર તેમજ બેલા ગામનું અને જૈન સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. જે બદલ પરિવારજનોએ નેહાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.