ટંકારા : ઘુનડા (સ.) ગામે એક પરિવારના સભ્યો મજાક-મસ્તીમાંથી બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ઘુનડા (સ.) ગામે રહેતા ગણેશભાઇ ગોવિંદભાઇ પાટડીયાએ વિનોદભાઇ ઘેલાભાઇ પાટડીયા, મેરૂભાઇ વિનોદભાઇ પાટડીયા તથા જોષનાબેન ખોડાભાઇ જાસળીયા સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 2ના રોજ આરોપી મેરૂભાઇએ સાહેદ જીતેન્દ્રભાઇને મજાક-મસ્તી કરતી વખતે બોલાચાલી કરી હતી. આથી, ફરીયાદી તથા સાહેદો આરોપીઓને સમજાવવા જતા આરોપીઓને સારૂ નહિ લાગ્યું હતું. આથી, ફરીયાદી તથા સાહેદો વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. આ દરમિયાન આરોપીઓ ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપી વિનોદએ ફરીયાદીને લોખંડના પાઇપથી માર મારતા ડાબા હાથમા ફેકચર જેવી ઇજા કરી હતી. તેમજ આરોપી વિનોદ તથા આરોપી મેરુએ સાહેદ જીતેન્દ્રભાઇને લોખંડના પાઇપથી માર મારતા માથાના ભાગે તથા જમણા હાથમા ઇજા કરી હતી. તથા આરોપી જોશનાબેનએ લાકડીથી સાહેદ મુકેશભાઇને માથામા માર મારી ઇજા કરી જાનથી મારી નાખાવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસ બનાવની તાપસ કરી રહી છે.