વાંકાનેર : વાંકાનેરમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં વાંકાનેરની દાણાપીઠ અને ગ્રીનચોકમાં દુકાનો બંધ રહી હતી. જ્યારે વાંકાનેર મેઈન બજાર ખુલ્લી જોવા મળી હતી. એકંદરે વાંકાનેર પોલીસના સવારથી ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. વાંકાનેર શહેર અને તાલુકામાં આજે બંધના એલાનને પગલે સવારથી જ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.વાંકાનેરમાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી.જેમાં વાંકાનેરની દાણાપીઠ તેમજ ગ્રીનચોક બજારોની દુકાનો બંધ રહી હતી.જ્યારે વાંકાનેરની મેઈન બજારો એકદમ ખુલ્લી રહી છે. આ મેઈન બજારો રાબેતા મુજબ ચાલુ રહી છે.વાંકાનેરની બજારો સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે.પોલીસના સઘન પેટ્રોલીગ વચ્ચે એકદમ શાંતિપૂર્વક માહોલ જોવા મળ્યો છે.