મોરબી : મોરબીના નારણકા ગામે ભયજનક (જર્જરિત) થયેલ વીજ થાંભલા બદલાવવા મહિલા સરપંચે ડેપ્યુટી એન્જિનિયર - શનાળાને લેખિતમાં રજુઆત કરી હતી. નારણકા ગામના મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાએ લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, નારણકા ગામે ૭ થાંભલા ભયજનક સ્થિતિમાં ઉભા છે. અને ગમે ત્યારે પડી શકે તેમ છે. સાવ જર્જરિત થયેલ છે. તેથી, મોટી જાનહાની કે અકસ્માત થવાની શક્યતા છે. જેથી, તાત્કાલિક આ થાંભલા બદલાવવા માટે સરપંચે ડેપ્યુટી એન્જિનિયર - શનાળાને રજુઆત કરી હતી.