અમુક શખ્સોએ કરેલા ગેરકાયદેસર દબાણને હટાવવા સ્થાનિકોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન નજીક લોકમેળો ભરાય છે, તે જગ્યાએ અનધિકૃત બાંધકામ કરીને ગેરકાયદેસર દબાણ કરવા આવ્યું છે. તેને અટકાવવા સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીમાં વીસીપરા વિસ્તારમાં સ્મશાન પાસે દર વર્ષે લોકમેળો થાય છે. અને આ લોકમેળા માટે મોરબી નગરપાલિકા દ્વારા જગ્યા અનામત રાખવામાં આવેલ છે. આ અનામત રાખવામાં આવેલ જગ્યામાં અમુક લોકો ખોટી રીતે ગેરકાયદેસરનું દબાણ કરી અનધિકૃત બાંધકામ કરીને દબાણ કરી રહ્યા છે. એટલું જ નહિ આ દબાણવાળી જગ્યાનું બારોબાર ખોટી રીતે વેચાણ પણ થઇ રહ્યું છે. આ લોકો જેઓએ દબાણ કરેલ છે તેઓ ગુનાહીત પ્રવૃત્તિઓવાળા છે. આમ જાણતાને ત્યાંથી અવરજવર અટકાવીને ખુબ જ હેરાન-પરેશાન કરે છે. આ જગ્યા મોરબી નગરપાલિકાની હદમાં આવે છે અને ખોટી રીતે ગેરકાયદેસરનું દબાણ કરવામાં આવે છે અને સરકારી જમીનો બારોબાર વહેંચાઈ જાય છે. તેમજ આ લોકોને અવાર-નવાર કહેવા છતાં તેઓ માનતા ન નથી. આ માથાભારે શખ્સો લોકોને એમ કહે છે કે 'તમારાથી થાય તે કરી લો, આ જમીન કોઈના બાપની નથી અને કોણ છે માઈનો લાલ કે અમને અહિયાંથી હટાવે, તેના અમે ટાંટિયા ભાંગી નાખશુ.' તેથી, આવા માથાભારે સભ્યોએ કરેલા ગેરકાયદેસરનું દબાણ દૂર કરાવવા અપીલ કરાઈ છે.