મોરબી : કોવીડ-૧૯ અંગેની રાજ્યના ગૃહ વિભાગની સૂચનાઓ અન્વયે મોરબી જિલ્લામાં પણ ૩૧મી ડીસેમ્બર સુધી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર અગાઉ જે માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવેલ તેનો ૩૧/૧૨/૨૦૨૦ સુધી અમલ ચાલુ રહેશે. તેમજ લગ્ન/સત્કાર સમારંભ જેવી ઉજવણી તથા મૃત્યુ પ્રસંગે અગાઉની ગાઈડલાઇન યથાવત રાખવામાં આવેલ છે. તેમજ અગાઉના જાહેરનામા મુજબની શરતોનું પાલન પણ કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.