મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમ કાર્યરત હતી. આ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગત મુજબના પ્રોહિબિશનના ગુન્હાનો નાસતો ફરતો આરોપી ભરતભાઇ ઉર્ફે ભદ્રશ ઉર્ફે ભાવેશ છગનભાઇ કનક (ઉ.વ. 42, મુળ રહે તા.મહુવા, જી. ભાવનગર, હાલ રહે. પરવત પાટીયા, રેશ્મા રેસીડેન્સી, તા.જી. સુરત)ને ગઈકાલે તા. 6 ના રોજ સુરત ખાતેથી એલ.સી.બી. કચેરી લાવી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આમ, છેલ્લા ચારેક વર્ષથી ઇગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. ઉલ્લેખનીય છે કે આરોપી ભરત સામે વલસાડના પારડી, વલસાડના ડુંગરી, ભાવનગર સીટી બોરતળાવ, વલસાડના ભીલાડ, અમરેલીના સાવરકુંડલા, સુરત સીટી પુણા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે.