મોરબી : મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની ગાડીને ટ્રકચાલકે અડફેટે લેતા જીપ ડીવાઈડર પર ચડી ગઇ હતી. આ અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઇજા થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શનિવારે બપોરના સુમારે ધ્રાંગધ્રા-હળવદ બાયપાસ પર એક ટ્રક ચાલકે ગાંધીનગર જતા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની જીપને ટકકર મારતા જીપ ડીવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં જીપમાં બેઠેલા 2 લોકોને સામાન્ય ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.