મોરબી : મોરબીમાં પોલીસે બાતમીના આધારે વાઘપરાના નાકે દુકાનમાંથી વ્હીસ્કીની બોટલો સાથે દુકાનદારને ઝડપી લીધો હતો. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી- વાઘપરાના નાકે ગુરૂકૃપા શોપીગ સેન્ટરમાં આવેલ ગુરૂકૃપા નામની દુકાનમાં રેઇડ કરીને આ દુકાનમાંથી સ્કોચ વ્હીસ્કીની કંપની સીલપેક કાચની બોટલો નંગ-૩ કિ.રૂ. ૪૭૭૦ ના મુદ્દામાલ આરોપી દુકાનદાર વિશ્વાસ ઉર્ફે કબીર જીતેન્દ્રભાઇ કુવરીયા (ઉ.વ. ૨૦, રહે. વાવડીરોડ, કબીરધામ આશ્રમ સામે, કબીરપાર્ક ‘શ્રી રામનિવાસ મોરબી) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કોરોના ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.