માળીયામાં જુગાર ક્લબ ઝડપાયા બાદ પોલીસ કર્મચારીની વાડીમાંથી દારૂ- બિયરનો જથ્થો પકડાયો આરઆરસેલની રેઇડ બાદ મોરબી એસલીબી હરક્તમાં આવી , આરોપી પોલીસ કર્મચારીની વાડીમાંથી દારૂ સહિત કુલ રૂ.33500 મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો મોરબી : માળીયાના નવલખી નજીક આવેલ ફોરેસ્ટ ઓફિસમાં એક પોલીસ કર્મચારી દ્વારા ચલાવતા જુગારધામનો પર્દાફાશ થયો હતો. રાજકોટની આરઆરસેલે આ જુગારધામ ઝડપી લીધા બાદ મોરબી એસલીબી પણ હરકતમાં આવી હતી અને આરોપીની વાડીમાંથી દારૂ-બિયર સહિત કુલ રૂ.33500 મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો હતો. જોકે માળીયામાં આરઆરસેલે સ્થાનિક પોલીસને ઉઘતી રાખીને જુગારધામ ઝડપી લેતા સ્થાનિક પોલીસ સામે ખાતાકીય પગલાં તોળાઈ રહ્યા છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની આરઆરસેલની ટીમે ગતરાત્રે નવલખી નજીક આવેલ એક ફોરેસ્ટ ઓફિસમાંથી જુગરધામ ઝડપી લીધું હતું. આ જુગારધામ બીજું કોઈ નહિ પણ ખુદ એક પોલીસ કર્મચારી જ ચલાવતો હોવાનું ખુલ્યું હતું. આરઆરસેલના સપાટાને પગલે સ્થાનિક પોલીસ ઉઘતી ઝડપાઇ હતી અને મોરબી એસલીબી ટીમ પણ હરકતમાં આવી હતી. મોરબી એસલીબીએ માળીયા પાસેની ફોરેસ્ટ ઓફિસમાં જુગાર ધામ ચાલવતા મુખ્ય સૂત્રધાર એવા પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલાના કબ્જા ભોગવતટાવાળી મોરબીના પંચાસર રોડ ઉપર મામાદેવની જગ્યા નજીક આવેલી વાડીમાં દારૂની રેડ કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી ઈંગ્લિશ દારૂની બોટલ તથા બીયરના ટીન, મોબાઈલ મળીને કુલ રૂ. 33,500 ના મુદ્દામાલ સાથે આરોપી જયદીપ ઘનશ્યામભાઈ ચાવડાને ઝડપી લીધો હતો. પોલીસે આ મામલે પોલીસ કર્મચારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.