માળીયા (મી.) : જુના ઘાંટીલા નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહીશબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 4ના રોજ માળીયા (મી.) તાલુકાના જુના ઘાંટીલા ગામથી મંદરકી ગામ જવાના રસ્તેથી અમથુભાઇ ઉર્ફે અમરત દિલીપભાઇ સુરાણીને ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 6 જેની કિ. રૂ. 1800નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદા સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપી અમથુભાઈની અટકાયત કરી છે.