માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામમાં વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 2ના રોજ વવાણીયા ગામના ભંડારીયા દાદાના મંદિર પાસે ચોકડી પાસેથી કરણ આયદાનભાઇ ખાદાને ગેરકાયદે વ્હીસ્કીની બોટલ નંગ 2 (કી.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. તેમજ આરોપી કરણની અટકાયત કરી છે.