મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા પાંચેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ તથા એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ટંકારા પોલીસ સ્ટેશન મુજબ પ્રોહિબિશનના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી લાલજીભાઇ ઉર્ફે લાલો સવજીભાઇ નાકીયા (ઉ.વ. 30, રહે. સોલડી, તા. ધ્રાગધ્રા, જી. સુરેન્દ્રનગર)ને આજે તા. 3ના રોજ હળવદ-ધ્રાગધ્રા હાઇવે સોલડી ગામના પુલ નીચેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે. આમ, છેલ્લા પાંચેક માસથી ઇગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.