મોરબી : વોર્ડ નંબર 3ના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાએ આજે બુધવારે વિદ્યુતનગર તથા હરિપાર્કના મુખ્ય માર્ગોના નાવીન્યકરણ માટે ખાતમહુર્ત કરાવ્યું હતું. મોરબી શહેરના વિદ્યુતનગર તથા હરિપાર્કના મુખ્ય માર્ગોનું આજે બુધવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂપિયા 35 લાખના ખર્ચે નવા માર્ગોનું નિર્માણ કરવામાં આવનાર છે. વોર્ડ નંબર 3ના કાઉંસીલર જયરાજસિંહ જાડેજાનો આ કાર્યમાં અમૂલ્ય ફાળો છે એમ કહેતા સ્થાનીય નાગરિકોએ જણાવ્યું હતું કે, વિદ્યુતનગર શેરી નંબર 1 અને 2 મેઈનરોડ તેમજ હરિપાર્કનો મેઈનરોડ અંદાજિત રૂપિયા 35 લાખના ખર્ચે પાસ કરાવવામાં કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાનું યોગદાન રહ્યું છે. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના કાઉંસીલર જયરાજસિંહ જાડેજાનો સ્થાનિક રહેવાસીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.