મોરબી : રાજનીતિના 'ચાણક્ય' તરીકે ઓળખાતા અહેમદભાઈ પટેલનું થોડા દિવસ પહેલા અવસાન થયેલ છે. આજે મોરબીના કોંગી આગેવાનોએ પીરામણ ગામે સ્વ. અહેમદભાઈ પટેલની પ્રાર્થના સભામાં સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે તા. 30ના રોજ પીરામણ ગામે (અંકલેશ્વર) ખાતે સ્વ. અહેમદભાઈ પટેલની પ્રાર્થના સભામાં મોરબી જિલ્લાના આગેવાનોએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોરબી કોંગ્રેસના અગ્રણીઓએ સ્વ. અહમદભાઈ પટેલના પુત્ર ફેજલભાઈ પટેલ અને મુમતાજબેન પટેલને રૂબરૂ મળી હાજરી આપી દુઃખ વ્યક્ત કર્યું હતું. આ પ્રાર્થના સભામાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જયંતીભાઈ પટેલ, લખમણભાઇ કંઝારિયા, રમેશભાઈ રબારી સહિતના અગ્રણીઓ હાજર રહેલ હતા.