હળવદમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

- text


હળવદ : હળવદમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 27ના રોજ હળવદમાં ભવાનીનગર ઢોરે નીશાળ પાછળ રસ્તા ઉપર પ્રેમજીભાઇ ગાંડાભાઇ મહાલીયા જાહેરમા આંક ફરકનો વર્લી ફીચરના આંકડા લખી લખાવતો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વર્લી ફીચરના સાહીત્ય તથા રોકડ રૂ. 650 કબ્જે કર્યા છે. તેમજ પોલીસ દ્વારા આરોપી પ્રેમજીની અટકાયત કરવામાં આવી છે.

- text