વાંકાનેર : વાંકાનેરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ગઈકાલે તા. 26ના રોજ વાંકાનેરના આંબેડકરનગરમાં હિતેષભાઇ કિશોરભાઇ ઝાલાએ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર પરપ્રાંતીય બનાવટની ભારતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 5 (કિં.રૂ. 1500) પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદે રાખી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી હિતેશની અટકાયત કરી છે.