વાંકાનેર : ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડિરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિ (કણસાગરા)ને પશ્ચિમ રેલવેના સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. સુરેશભાઈ પ્રજાપતિને આ જવાબદારી સોંપતા સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ હર્ષ અને ગર્વની લાગણી અનુભવે છે. તેમજ સુરેશભાઈને શુભેચ્છા પાઠવેલ છે.