આઈ.ટી. વિભાગના પોર્ટલ, કિસાન સમ્માન નિધિ પોર્ટલના આધારે વિગતો સામે આવી મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા નાના ખેડૂતોને જરૂરિયાતના સમયે કોઈ અન્ય લોકો પાસે હાથ ન લંબાવવો પડે તે માટે કિસાન સમ્માન નિધિ અંતર્ગત દર વર્ષે ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વર્ષ દરમિયાન 2000 ના ત્રણ હપ્તા દ્વારા સહાયની રકમ સીધીમા કરાવવામાં આવી રહી છે. આ યોજના નાના ખેડૂત માટેની છે અને તેં અંગેની અરજી સમયે શરત પણ મુકવામાં આવતી હોય છે. જેમાં ઇન્કમટેક્સ ભરનાર, સરકારી કર્મચારી, કોઈ રાજકીય હોદ્દો ધરાવતા હોય તેવી વ્યક્તિ આ યોજના માટે લાયક રહેતા નથી. અને ફોર્મ ભરવા સમયે તેમણે સંમતિ પત્ર પણ આપવાનું રહે છે. જોકે તેમ છતાં આ પ્રકારે ખોટી રીતે લાભ લીધા હોવાનું સામે આવ્યું છે. મોરબી જિલ્લાની જ વાત કરીએ તો કુલ 5009 ખેડૂતો એવા છે જેઓ ઇન્કમટેક્સ ભરતા હોવા છતાં આ યોજનાનો લાભ લઈ સરકારના અંદાજે 5 કરોડ 10 લાખ 90 હજાર જેટલી સહાયની રકમ મેળવી લીધી હતી. જ્યારે ઇન્કમટેક્સની વિભાગના પોર્ટલ અને કિસાન સમ્માન નિધિના પોર્ટલની યાદીના આધારે સમગ્ર હકીકત સામે આવી હતી.રાજયભરમાં આંકડો જોઈએ તો 1.82 લાખ ખેડૂતો અને 186 કરોડ જેટલી રકમ થવા જઈ રહી છે.હવે સરકાર દ્વારા આવી રીતે ખોટો લાભ લેનાર ખેડૂતો પાસેથી રિકવરી કરવાં જઈ રહી છે. મોરબી જિલ્લામાં તાલુકા મુજબ તાલુકા લાભ લેનાર ખેડૂત ચૂકવાયેલ હપ્તા રકમ હળવદ. 817 4060 81,20,000 માળીયા 724 3631 72,62,000 મોરબી. 1910 9840 1,96,80,000 ટંકારા. 1038 5382 1,07,64,000 વાંકાનેર. 520 2632 52,64,000 કુલ. 5009 25,545 5,10,90,000 ખોટી રીતે લાભ લેનાર ખેડૂતોને એસ.એમ એસ પણ કરાયા સરકાર દ્વારા આ રીતે યોજનાનો ખોટો લાભ લીધો હોય તેવા ખેડૂતો પાસેથી રિકવરી લેવાની શરૂઆત કરી દીધી છે અને તે માટે જે તે ખેડૂતને એસ.એમ.એસ કરવામાં આવી રહ્યા છે અને તેઓને ખાતામાં આ રકમ રાખવા સૂચના આપવામાં આવી છે. જેથી આ રકમ પરત મેળવી શકાય આગામી સમયમાં શુ થઈ શકે છે ? સરકાર દ્વારા હાલ આવા ખોટી રીતે લાભ લેનાર ખેડુતોને પ્રથમ તક આપવાના હેતુથી હાલ જેટલી રકમ ખોટી રીતે મેળવી છે.તેઓ તે રકમ ફરી ખાતામાં જમા કરાવે જેથી સરકાર તે રકમ પરત મેળવી શકે જો આ રકમ પરત નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ સમયે કાયદકીય કાર્યવાહી થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.