મોરબી : વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દેશની જેમને ઉપમા મળી છે, તેવા ભારત દેશના અસ્તિત્વ અને અખંડતા કાયમી જાળવી રાખવા અને અને દેશનું શાસન સુપેરે ચાલી શકે તે માટે બંધારણ ઘડવામાં આવ્યું છે. ભૂતકાળમાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસના અંતે ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના દિવસે સંપૂર્ણપણે અસ્તિત્વમાં આવ્યું હતું. દર વર્ષે આ દિવસને દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લા કોર્ટ દ્વારા ડિસ્ટ્રીકટ જજ એ. ડી. ઓઝાના માર્ગદર્શન હેઠળ આજે તા. 26ના રોજ બંધારણના આમુખનું ડી.એલ.એસ.એ.ના સચિવ આર. કે. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે કોર્ટનો સ્ટાફ અને વકીલો હાજર રહ્યા હતા.