મોરબી : કોંગ્રેસના પથદર્શક, દિગ્ગજ કોંગી નેતા, ગુજરાતના પનોતા પુત્ર, રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલે ચીર વિદાય લીધી છે. ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદભાઈ પટેલને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગી આગેવાન જયંતિભાઈ પટેલ સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.