મોરબી : આજે ૨૬ નવેમ્બર એટલે કે ભારતીય સંવિધાન દિવસ. આજના દિવસે એટલે કે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતીય બંધારણ સભામાં સંવિધાનની સ્વીકૃતિ થઈ હતી. ભારત દેશ અનેક ધર્મો, જ્ઞાતિઓ, જાતિઓ, પંથો સંપ્રદાયોને માનવાવાળો દેશ છે. પરંતુ આ તમામને એક તાંતણે બાંધનાર જો કોઈ મજબૂત કડી હોય તો એ છે ભારતીય સંવિધાન. કારણ કે દેશના લોકોને ફરજિયાત એના કાયદાઓ, કર્તવ્યો, ફરજો અનુરવા પડે છે. દેશના એક-એક નાગરિકને સમાનતા, બંધુતા, રાષ્ટ્રભાવના શીખવનાર જો કોઈ ગ્રંથ હોય તો એ છે ભારતીય સંવિધાન. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ ઐતિહાસિક દિવસની ઉજવણી સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરીને કરવામાં આવી હતી. તેમજ લોકોને મીઠા મોં કરીને કરવામાં આવી હતી. આ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય સંવિધાન રાષ્ટ્રની ગરીમાંને ઉજાગર કરતો મહાન ગ્રંથ છે. તેમજ તેના કર્તવ્યો અને ફરજોનું પાલન કરવું એ દેશના એક-એક નાગરિકની ફરજ છે.