મોરબીના ટંકારા લેવા પાટીદાર મહિલા દ્વારા સંચાલિત પ્રથમ સમૂહ લગ્ન : કોવિડ-19ના સંપુર્ણ નિયમો સાથે પોતાના ઘેર જ કરાયા 26 યુગલોના લગ્ન ટંકારા : મોરબીમાં સરકારે લગ્નમાં 100થી વધુ લોકો પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ ટંકારા ખાતે વિશિષ્ટ રીતે સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં 26 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ગુજરાતના પ્રથમ સમુહ લગ્ન ટંકારા ખાતે યોજવામાં આવ્યા છે. ટંકારાના લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની ભવ્ય સફળતા બાદ મહિલા સમિતિ આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન તા. 26/11/2020 ને ગુરુવારે તુલસી વિવાહના પાવન દિવસે યોજવા હતા. ત્યારે આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ છે કે એકીસાથે 26 યુગલ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તે પણ કોરોના કાળમાં. સરકારની ગાઈડલાઈન્સ મુજબ જેમાં સમાજના કમીટી મેમ્બર દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે સમૂહ લગ્ન એક સ્થળ પર ન શક્ય હોય. કારણ કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછાં ૬ થી ૭ હજાર માણસો ભેગા થતાં હોવાથી આ સમૂહ લગ્ન નવદંપતી પરિવારના ઘર આંગણે જ યોજવાનું નકકી કર્યું હતું. તેમાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા અલગ-અલગ નિયમો નક્કી કરવામાં આવેલ હતા. આ સમૂહ લગ્ન એક જ દિવસની અંદર યોજવાના હતા. ત્યારે આજે સવારે 08:00 વાગ્યાથી આ લગ્ન શરૂ થઈ ગયા હતા અને સવારથી મંડપ રોપણ બપોરે સીમિત માણસોની હાજરીમાં જમણવાર 2:30 વાગ્યે જાન આગમન 4:30 સમાજના કમીટી મેમ્બર અને દાતાઓ દ્વારા નવદંપતીને આશીર્વાદ 5.00 વાગ્યે હસ્તમેળાપ 6.00 વાગે ભોજન સમારોહ સાથે લગ્ન પૂર્ણ કરાયા હતા. સાથે જ કોરોના ગાઇડલાઈનનું સંપુર્ણ પાલન કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત 100 વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને બાદમાં લગ્ન પૂર્ણ થયા બાદ 7.00 વાગ્યે કન્યા વિદાય કરવામાં આવી હતી. આ રીતે તમામ 26 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. વધુમાં, આ સમૂહ લગ્નમાં કન્યાઓને 77 પ્રકારની વસ્તુ સ્વરૂપે દાતાઓ દ્વારા કરિયાવર તેના ઘેર જઈને આપવામાં આવી હતી. જેમાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા નવ દંપતીઓ ના ઘરે જ લગ્ન યોજના હોવાથી ચોરી મંડપ ના 5,000 તેમજ 15000 જમણવારના અનવ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યાઓના માતા-પિતાને આપી covid 19 ને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવની તૈયારી માટે પ્રમુખ અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ ઢેઢી તેમજ સર્વે મહિલા સમિતિ દ્વારા 'આપદાને અવસર'માં ફેરવી નાખવામાં આવ્યું હતું. ત્યારે આ સમૂહ લગ્ન ગુજરાતના પ્રથમ સમૂહ લગ્ન હોય તો પણ વાતને નકારી શકાય નહિ.