એક શખ્સે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં યુવાન ઉપર એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એક શખ્સે હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ છે. આથી, પોલીસે આ ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના માધાપર શેરી નં.૧૯માં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઇ ડાભી (ઉ.વ..૪૯) એ આરોપી હરેશ રામચંદ્ર બહાદુર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૩ના રોજ રાતના સાડા નવેક વાગ્યાના સમય ગાળા દરમ્યાન ફરીયાદીના દિકરા અજયને તથા સાહેદોને આ હરેશ રામચંદ્ર બહાદુર અસ્થીર મગજના હોય તેવુ ફરીયાદીને લાગતુ હોય જેના કારણે ફરીયાદીના દિકરા અજયને માથાના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી તેમજ સાહેદોને શરીરે નાની મોટી ઇજાઓ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.