મોરબી : દશનામ ગોસ્વામી સમાજની 'આરતી દશનામની' આવતીકાલ તા. ૨૬મીએ સંતો મહંતોની ઉપસ્થિતિમાં લોન્ચ થશે. મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીમાં સહિત સૌરાષ્ટ્ર-કરછ-ગુજરાતના સાધુ-સંતો અને દશનામ સંગઠનોએ આરતીને બિરદાવી ભાવિકોએ લાભ લેવા અનુરોધ કર્યો છે. રાજકોટના કાલાવડના રહેવાસી અને કથાકાર કે. પી. બાપુ ગોસ્વામી અને કૌશિકગીરીના સ્વરમાં અને મધુર સંગીત સાથે ગવાયેલી અને લેખક દેવાંગગીરી ગોસ્વામી હસ્તે લખાયેલી, જે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત એવી 'આરતી દશનામની' સમાધિ મહિમા સહિત ગાથા રજૂ કરતી આ આરતી સાધુ સંતો મહંતોના વરદ હસ્તે આવતીકાલે તા. ૨૬/૧૧ના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે. આ આરતીને મહામંડલેશ્વર કંકેશ્વરીદેવીજી, જૂનાગઢ પંચ દશનામ જુના અખાડાના બુદ્ધગીરી બાપુ સહિત સૌરાષ્ટ્ર-કરછ-ગુજરાત અને વિવિધ રાજ્યના સંતો-મહંતો, જાણીતા ભજનિક કલાકારો, વિવિધ દશનામ ગોસ્વામી સમાજના સંગઠનો, ધાર્મિક સંસ્થાઓએ આરતીને આવકારીને ભક્તજનોએ લાભ લેવા અનુરોધ કર્યો છે. આ 'આરતી દશનામની' સાધુ ફિલ્મસ નામની યુ ટ્યુબ ચેનલ પર તા. ૨૬/૧૧ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે રજૂ થશે. તેમ યાદીમાં જણાવાયું છે.