જિલ્લામાં એક દિવસમાં 45 વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, રૂ. 30,000નો દંડ ઉઘરાવ્યો, 86 વાહનચાલકો વિરુદ્ધ એનસી કેસ, 'નો પાર્કિંગ' ઝોનમાં વાહન પાર્ક કરનાર 14 વાહન ટોઇંગ કરાયા મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ટ્રાફિકજામની સમસ્યા ફરી માજા મૂકી છે. ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાવવાની ફરિયાદ ઉઠતા પોલીસ દ્વારા ફરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. સોમવારની ઉઘડતી બજારે જિલ્લામાં ટ્રાફિકજામ સર્જાતા પોલીસે વિવિધ વિસ્તારમાં કડક કાર્યવાહી કરતા 45 જેટલા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. અને ટ્રાફિકને અડચણરૂપ બની વાહન ચલાવતા 5 વાહનચાલકો વિરુદ્ધ મોટર વહિકલ એકટ 207 અંતર્ગત, 14 વાહનચાલકો વિરુદ્ધ આઇપીસી 279 મુજબ, 26 વાહનચાલકો વિરુદ્ધ આઈપીસી 283 જ્યારે એમ.વી એ.185 અંતર્ગત 3 વાહનચાલકો મળી કુલ 45 વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. વધુમાં, નિયમ ભંગ કરતા વાહનચાલકો પાસેથી રૂ. 30,000નો આરટીઓ દંડ ફટકાર્યો હતો. તો 42,800નો હાજર અને કોર્ટ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે પણ અલગ અલગ વિસ્તારમાં આડેધડ 'નો પાર્કિંગ' ઝોનમાં વાહન પાર્ક કરનાર 14 વાહનો પણ ટોઇંગ કકર્યા હતા અને તેઓ પાસેથી રૂ 2800નો દંડ ઉઘરાવ્યો હતો.