પોલીસે કી.રૂ. 5000નો દેશી દારૂ જપ્ત કર્યો ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ટંકારા તાલુકાના જયનગર ગામના પાટીયા પાસેથી દેશી દારૂ ભરેલ અતુલ શકિત રીક્ષા પકડી પાડતી પાડવામાં આવી છે. ગઈકાલે તા. 24ના રોજ ટંકારા પોલીસ ટીમ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે એક અતુલશકિત ડીઝલ રીક્ષા નં-જીજે-3-ડબ્લ્યુ-2088નો ચાલક જયનગર ગામ થઇ ઓટાળા ગામે દેશી દારૂ નાખવા જવાનો છે. તેવી હકિકત મળતા તેની વોચમા જયનગર ગામના પાટીયા પાસે ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ નંબરવાળી રીક્ષાનો ચાલક સુરેશભાઇ ઉર્ફે ગેડીયો અમરશીભાઇ ઉર્ફે ગતુરભાઇ સોલંકી (ઉ.વ.-35, રહે.કોટડા નાયાણી મઢ પાસે, તા. વાંકાનેર)ને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે રીક્ષામાં ભરેલ દેશી દારૂ લી. 250 (કિ.રૂ. 5000) તથા અતુલ શકિત રિક્ષા (કિ.રૂ. 50,000) મળી કુલ રૂપિયા 55,000નો મુદામાલ કબ્જે કરેલ છે. તેમજ રીક્ષાચાલક વિરુદ્ધ ફરીયાદ રિપોર્ટ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.