મોરબી : આગામી ૨૬મી નવેમ્બર એટલે કે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે સમતા ફાઉન્ડેશન- મોરબી દ્વારા વર્ચ્યુલ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપીલ યાદીમાં કરવામાં આવી છે. વકતૃત્વ સ્પર્ધાના નિયમો: ૧) સ્પર્ધાનો વિષય- વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનનું મહત્વ. ૨) સ્પર્ધામાં મોરબી જિલ્લાના કોઈપણ ઉંમરના વ્યક્તિ ભાગ લઈ શકશે. ૩) સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ ઉપરોક્ત વિષયનો વિડીઓ, નામ, એડ્રેસ અને કોન્ટેકટ નંબર સંસ્થાના વોટ્સએપ નંબર 94293 16821 મોકલવાનો રહેશે. ૪) વિડિઓ ઓછામાં ઓછી ત્રણ અને વધુ માં વધુ પાંચ મિનિટ્સનો જ માન્ય ગણાશે. ૫) વોટ્સએપ વિડીઓ તારીખ ૨૫/૧૧/૨૦ રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધીમાં મોકલવાનો રહેશે. ૬) સ્પર્ધામાં એક, બે અને ત્રણ નંબર આપી વિજેતા જાહેર કરવામાં આવશે. ૭) વિજેતાઓને યોગ્ય પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.