હડમતીયાના જિલ્લા પંચાયતના સદસ્યની માર્ગ અને મકાન વિભાગને રજુઆત ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર નેશનલ હાઇવે-સ્ટેટ હાઇવે લિંકરોડને નવેસરથી બનાવી પહોળાઈ વધારવાની માંગ સાથે હડમતીયાના જિલ્લા પંચાયતના સદસ્ય દિનાબેન અનિલભાઈ કામરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. આ રોડ ઉપર સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મંદિર તથા અનેક ઉધોગો સ્થાપિત થયા છે જેથી આ માર્ગ ઉપર વાહન પરિવહન ખુબ મોટા પ્રમાણમાં રહે છે. પણ ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગ લાંબા બિસ્માર હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. આ માર્ગ ખરાબ હોવાની સાથે ખૂબ જ સાંકડો હોવાથી વાહનો સામસામે આવતા અકસ્માતની પણ ભીતિ રહે છે. આથી લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગને નવેસરથી બનાવી પહોળો કરવાની તેમણે માંગ ઉઠાવી છે.