મોરબી : ટીંબડી નજીક કોમ્પ્લેક્ષમાં પાર્ક કરેલા બાઈકની ચોરી થઇ ગઈ છે. ગઈકાલે તા. 22ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઇ હસમુખભાઇ સોનછાતરાએ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ પર ટીંબડીના પાટીયા નજીક ટાટા વર્કશોપની બાજુમાં શ્રી હરી કોમ્પલેક્ષના ખુલ્લા પાર્કીંગમાં કાળા રંગનું સીલ્વર ગ્રે રંગના પટ્ટાવાળુ ૨૦૨૦ ના મોડલનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર-GJ-36-AA-8820 પાર્ક કરેલ હતું. આ બાઈકની તા. 2ના રોજ રાત્રીના આશરે બાર વાગ્યાથી તા. 3ના સવારના આશરે આંઠ વાગ્યા દરમ્યાન અજાણ્યા શખ્સે ચોરી કરી છે. હાલમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.