માળીયા (મી.) : માળીયા (મી.)માં સુરજબારી પુલ નજીક વાહન અકસ્માતમાં એકને ઇજા થતા અર્ધબેભાન હાલતમાં રાજકોટ ખસેડાયો છે. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 22ના રોજ મોરબી તાલુકાના પીપળીયા ગામમાં રહેતા શામજીભાઈ મહાદેવભાઈ સુરજબારી પુલ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર પોતાના મોટર સાયકલ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને ઈજા થતા મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી ડોક્ટરે તેમને રાજકોટ રિફર કરેલ છે. દર્દી શામજીભાઈ અર્ધબેભાન અવસ્થામાં હોવાથી પોલીસને વધુ વિગત જાણી શકાયેલ નથી. આથી, હાલમાં પોલીસે બનાવની વધુ તપાસ કરી રહી છે.