મોરબી : ગઇકાલે તા. 20ના રોજ ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા કુલ 109 જેટલાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. ત્યારે હાલમાં ભાવનગરના પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રાણા શકિતસિંહ મૂળરાજસિંહની મોરબીના પોલીસ વિભાગમાં બદલી કરવામાં આવેલ છે. આથી, PSI રાણા શકિતસિંહ ટુંક સમયમાં જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ નિભાવશે.