મોરબી : સમગ્ર રાજયમાં હવે કોરોનાના કહેરનો બીજો તબબકો શરૂ થયો છે.જેમાં દિવાળીના તહેવારોમાં મુક્તમને અને છૂટથી હરવા ફરવા અને મળવાને કારણે કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.જેમાં અમદાવાદમાં કોરોના કેસો વધતા સોમવાર સુધી રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.જેથી સાવચેતીના ભાગરૂપે મોરબીથી અમદાવાદ જતી એસટી બસો રવિવાર સુધી કેન્સલ કરવામાં આવી છે. મોરબી એસટી ડેપોની 30 જેટલી એસટી બસો અમદાવાદ જાય છે.ત્યારે હવે અમદાવાદમાં કોરોના કેસોનું પ્રમાણ વધતા સોમવાર સુધી રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.આથી સાવચેતીના ભાગરૂપે મોરબીથી અમદાવાદ જતી એસટી બસોને સ્થગિત કરો દેવામાં આવી છે.એટલે મોરબીથી અમદાવાદ જતી એસટી બસો હાલ શનિવાર અને રવિવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.સોમવાર બાદ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે અને આ સિવાય રાજકોટ ,વડોદરા, સુરતના સહિતના રૂટો રાબેતા મુજબ ચાલુ રહેશે.તેમ મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું.