મોરબી : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળથી ત્રિવેન્દ્રમ વચ્ચે 10 ડિસેમ્બર 2020 થી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 06333/06334 વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દર ગુરુવારે 10 ડિસેમ્બર, 2020 થી આગામી આદેશ સુધી દોડશે. ટ્રેન નંબર 06333/06334 વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન ટ્રેન નંબર 06333 વેરાવળ-ત્રિવેન્દ્રમ વિશેષ ટ્રેન વેરાવળથી 10 ડિસેમ્બર 2020 (ગુરુવારે) ને 06.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 04.00 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06334 ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન 07 ડિસેમ્બર 2020 (સોમવાર) ના રોજ 15.40 વાગ્યે ત્રિવેન્દ્રમથી ઉપડશે અને ત્રીજા દિવસે 15.45 વાગ્યે વેરાવળ પહોંચશે. આ યાત્રા દરમ્યાન બન્ને દિશામાં કેશોદ, જૂનાગઢ, નવાગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ , ખેડ઼, રત્નાગિરી, કુદાલ, કરમળી, મડગાંવ, કારવાર, અકોલા, બિંદુર, કુંદાપરા, ઉડુપિ, મંગલૂરૂ જં., કાસરગોડ, કાંજનગાડ઼, કણ્ણૂર, તલચેરી, કોષિક્કોડ, તિરુર, કુટ્ટિપ્પુરમ, પટ્ટામ્બિ, ષોરણૂર, તૃશ્શૂર, આલુવા, એરણાકુલમ ટાઉન, કોટ્ટયમ, તિરૂવલ્લા, ચેંગન્નૂર અને કોલ્લમ સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 06334 (ત્રિવેન્દ્રમ-વેરાવળ સ્પેશિયલ) મણિનગર અને માવેલીકારા સ્ટેશનો પર પણ રોકાશે અને ટ્રેન નંબર 06333 (વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશિયલ) પય્યન્નૂર, કન્નાપુરમ, વડકરા, કોયિલાંડી, ફેરોક, પરપ્પનંગાડિ અને તિરૂવનંતપુરમ પેટ્ટા સ્ટેશનો પર પણ રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનનું બુકિંગ 23 નવેમ્બર 2020 (સોમવાર) થી શરૂ થશે. મુસાફરોને મુસાફરી દરમિયાન ભારત સરકારની કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકાનુ પાલન કરેં અને ગાડ઼ી ઉપડવાના સમય થી 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવા વિનંતી કરાઇ છે.