મંત્રી, અધિકારી, પદાધિકારીઓના નિવેદનોમાં ભારોભાર વિરોધાભાસને લઈને સત્ય હકીકતથી પ્રજા અંધારામાં: સાતત્યપૂર્ણ નિર્ણયોના અભાવ વચ્ચે પીડાતી પ્રજા હવે માંગે છે સકારાત્મક પરિણામ : કોંગ્રેસ અગ્રણી મોરબી : કોવિડ-૧૯ના સંક્રમણની શરૂઆતથી લઈને આજ સુધીમાં સરકારી તંત્ર અને મંત્રીઓએ દિશાવિહીન નિર્ણયો લઈને પરિસ્થિતિ વિકટ બનાવી દીધી હોવાનો સુર હવે આમ જનતામાંથી ઉઠી રહ્યો છે. વ્યાપાર, ઉધોગ, શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં દરેક તબક્કે લેવાયેલા નિર્ણયો વારંવાર બદલવા પડ્યા છે. ત્યારે આમ નાગરિક ભારે વિમાસણમાં મુકાયો છે તેવું કોંગ્રેસ આગેવાન રમેશ રબારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. કોરોના સંક્રમણની શરૂઆતમાં જનતા કર્ફ્યુ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પતરાની આડશો, કેમિકલનો છંટકાવ, રાત્રી કર્ફ્યુ, ત્યાર બાદ સંપૂર્ણ લોકડાઉન એકથી શરૂ કરીને અનલોક ચાર દરમ્યાનના સમયગાળામાં દરેક તબક્કે સરકારી તંત્ર દિશાવિહીન હોય એવું સામાન્ય નાગરિકને સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિ નિયમોનો હવાલો આપીને ગાઈડલાઇસમાં વારંવાર થતા ફેરફારને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. કોરોના દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરી માત્ર કોરોના દર્દીઓના વિસ્તારના અંગેની માહિતી શરૂ કરી બાદમાં એ પણ બંધ કરી માત્ર આંકડાઓ જાહેર કરવાથી લઈને ઘણાબધા નીતિવિષયક નિર્ણયો રાતોરાત બદલાતા રહ્યા છે. આ ઉપરાંત સરકાર અને તંત્રમાં સમાયોજનનો અભાવ હોય એમ મુખ્યમંત્રી, મંત્રીઓ તથા અધિકારીઓના નિવેદનોમાં વિરોધાભાસને લઈને કોરોનાથી ભયભીત થયેલો આમ નાગરિક ભારે અવઢવની સ્થિતિમાં છે. ખાસ કરીને શાળા-કોલેજો શરૂ કરવાના નિર્ણયો, ધાર્મિક સ્થાનો તેમજ સામાજિક પ્રસંગોને લઈને રાતોરાત લાદવામાં આવતા નિયંત્રણો અને એમાં ફેરબદલથી લઈને લોકો પેનિક કરી રહ્યા છે. વાહન વ્યવહારને લઈને બદલાતા રહેતા નિયમોની ગાઈડલાઇન્સથી આમ જનતાએ ખૂબ મોટી દંડનીય કાર્યવાહીમાંથી પસાર થવું પડ્યું છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવી ગાઈડલાઇન્સમાં જનતાએ બેવડા ધોરણો જોયા છે. ઉપરોક્ત તમામ સ્થિતિને કારણે આટલી આટલી હાડમારી વેઠયા બાદ પણ કોરોના સંક્રમણ કાબુમાં આવવાના બદલે વધુ વકર્યું છે. જે તંત્રની અણધડ નીતિને કારણે જ છે એવું કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ જણાવ્યું છે. પ્રજાના સ્વાસ્થ્યની સમગ્ર જવાબદારી સરકાર વહન કરતી હોય છે ત્યારે આ મોરચે સરકારની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ આવતી હોવાનું લોકો ચર્ચિ રહ્યા છે. સરકાર દરેક નિર્ણયો પ્રજાહિત માટે જ લેતી હોય છે પણ એમાં સાતત્યના અભાવે એ નિર્ણયો બુમરેન્ગ સાબિત થઈ રહ્યા છે એ બાબતનો સ્વીકાર કરી સરકારે કોઈ ચોક્કસ રણનીતિને વળગી રહી આગળ વધવું જરૂરી છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate