મોરબી : પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર - મોરબીમાં 18 થી 15 વર્ષના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ, વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે 2 લાખનો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. હવે પછીના સત્રમાં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મર્યાદિત સંખ્યામાં એડમિશન લેવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર - મોરબી, 3જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી (મો. ૭૪૮૭૦ ૭૬૩૭૪)નો સાવરે 9 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો. http://forms.gle/rxt4VVqjSF5kvgRR9 આધારકાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લઈ જવાનો રહેશે.