દિવાળીની ૬ દિવસ રજા રહ્યા બાદ ગુરુવારે લાભપાંચમના દિવસે શુભ મુહૂર્ત કરાયું હળવદ : હળવદ શહેરમાં આવેલ માર્કેટયાર્ડમાં દિવાળીની રજાઓને લઈ છ દિવસ માટે યાર્ડમાં રજા જાહેર કરાઇ હતી. જેને કારણે છેલ્લા છ દિવસથી હળવદ માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધ હતું. ત્યારે આજે ગુરુવારથી હળવદ માર્કેટ યાર્ડ ફરી રાબેતા મુજબ ધમધમતી થઇ છે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા માર્કેટયાર્ડ દ્વારા જણાવાયું છે. દિવાળી પર્વને લઇ હળવદ માર્કેટ યાર્ડમાં તારીખ 13થી તારીખ 18 સુધી એમ છ દિવસ માટે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. જેથી, માર્કેટ યાર્ડ બંધ હોય ત્યારે આજે ગુરૂવાર લાભ પાંચમના શુભદિવસે સવારે નવ વાગ્યાથી માર્કેટયાર્ડ ફરી ધમધમતું થયું છે. વધુમાં, હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે છ દિવસની રજા રહ્યા બાદ આજે માર્કેટ યાર્ડમાં ફરી હરરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. જેથી, સ્વભાવિક રીતે ખેડૂતો પણ મોટી સંખ્યામાં પોતાની વિવિધ જણસો વેચવા માટે આવશે. ત્યારે ખાસ યાર્ડમાં આવતા દરેક ખેડૂતોને એક વિનંતી કે તહેવારો ગયા બાદ થોડા કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે. જેથી, માર્કેટ યાર્ડમાં આવતા દરેક ખેડૂતોએ તેમજ વેપારીઓએ અને કમિશન એજન્ટ મીત્રો એ મોઢે અવશ્ય માસ્ક બાંધવાનો આગ્રહ રાખવો. સાથે જો સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવા વિનંતી કરવામાં આવી છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate