મોરબી : 18 નવેમ્બર, 1962માં ભારત અને ચીન સામેના યુદ્ધ દરમિયાન રેજાંગલાની ઘાટીઓમાં કુમાઉં રેજીમેંટની ચાર્લી કંપનીના જવાનો તૈનાત હતા. જેમાં 120 જવાનોએ ચીનના 1500 જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ આહીર સમાજના યુવાનોના સંયુક્ત ઉપક્રમે 18 નવેમ્બર એટલે કે રેજાંગલા દિવસ, જેને આહીર શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ નીમીતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આહિર સમાજ વાડી, નવલખી બાયપાસ પાસે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તથા સુરતના અકસ્માતમાં જે 11 લોકોએ જીવ ગુમાવ્યા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કર્મચારી મંડળના સભ્યો તથા આહિર સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate