મોરબી : મોરબી જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકોની વિવિધ વિષયોની ખાલી પડેલ ૨૦ જગ્યાઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલ, ગાંધીનગર દ્વારા ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. મોરબી જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી તમામ ૨૦ જગ્યા માટે ઉમેદવારો દ્વારા શાળા પસંદ કરી દેવામાં આવેલ છે. આજે તા . ૧૯/૧૧/૨૦૨૦ ના ૧૨.૦૦ કલાકે ઘ વી.સી.ટેકનિકલ હાઈસ્કુલ, મોરબી ખાતે આ તમામ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રો જમા લઈ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવનાર છે. જે નિમણૂંક પામનાર શિક્ષકો માટે તો હર્ષની વાત છે. સાથે સાથે એનો લાભ સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ મળવા જઈ રહ્યો છે જે ખૂબ આનંદની વાત છે. તેમ યાદીમાં જણાવ્યું છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate