પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગનુ અનેરૂ આયોજન : પ્રભાતધૂન, જલારામ બાપાનુ પૂજન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીતના કાર્યક્રમો : કોરોનાની મહામારીના પગલે ભક્તજનોને પ્રસાદ પેકીંગમા વિતરણ કરવામા આવશે મોરબી : સંત સિરોમણી જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતિ આવી રહી છે. ત્યારે દેશ-વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા. ૨૧-૧૧-૨૦૨૦ શનીવાર કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતિ નિમિતે પંચવિધ કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે જલારામ બાપાનુ પૂજન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ છે. કોરોનાની મહામારીના પગલે પ્રવર્તમાન વર્ષે મહાપ્રસાદને બદલે ભક્તજનોને પ્રસાદ વિતરણ પેકીંગમા કરવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદોનો પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ દ્રારા કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે. જો કે આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવામા આવેલ છે. જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમમા સર્વજ્ઞાતિય જલારામ ભક્તોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે. તેમ મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યું છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate