મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના રીઢા ગુનેગારને મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. ગઇકાલે તા. 17ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે એક શંકાસ્પદ મોટરસાયલચાલક એક્ટીવા સાથે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામીનારાયણ મંદીર પાસે ઉભેલ છે. જેથી, પોલીસે આ જગ્યાએ જઇ તે ઇસમને ચેક કરી નામઠામ પુછતા પોતે પોતાનું નામ જીતુભાઇ જેરામભાઇ શેખા (ઉ.વ.30, રહે. નારણપૂર ગામ, તા.જી. જામનગર) હોવાનું જણાવેલ હતું. પોલીસે આરોપી પાસે રહેલ એક્ટીવાના રજી. નં. GJ10CR9440 પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા તેના મુળ માલીક અન્ય વ્યક્તિ હોવાનું ખુલ્યું હતું. અને પોલીસે આરોપી પાસેથી એકટીવાના કાગળો માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવેલ હતું. જેથી, પોલીસે આ ઇસમ પાસે રહેલ એકટીવા બાબતે પુછપરછ કરતા તેને જામનગર ખાતેથી ચોરી કરેલાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી એક્ટીવા કબ્જે કર્યું છે. અને આરોપીની અટક કરી છે. તેમજ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ડીટેકટ કરી આગળની કાર્યવાહી કરવા તજવિજ કરેલ છે. ઉલ્લેખનીય છે કે આરોપી જીતુ વિરુધ્ધ જામનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટના ગુન્હામાં ધરપકડ થયેલ છે. તેમજ આરોપી જામનગર, ધ્રોલ, રાજકોટ અને મોરબીના પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate