ટંકારા : 15 નવેમ્બરે WORLD REMEMBRANCE DAY (વર્લ્ડ રિમેમ્બરન્સ ડે) નિમિત્તે મોરબી અને ટંકારા 108ની ટીમ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. જે અંતર્ગત આરટીઓ, પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ સ્ટાફ, સીએચસી ટંકારા સ્ટાફ, ટંકારા પોલીસ સ્ટાફ તથા સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં અકસ્માત ન થાય તે અંગે તકેદારી રાખવાના શપથ લેવામા આવ્યા હતા. તથા ગત વર્ષ દરમ્યાન અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ટંકારાના ડો. દવે સર, ટંકારા પોલીસ ઇન્ચાર્જ ફિરોઝભાઈ, રનુભા ઝાલા, અને સ્ટાફ, 108 ઇમર્જન્સીના ઈએમઇ. ભોલા સોલંકી, પાયલોટ સલીમ ભૂંગર અને 108નો સ્ટાફ આ તકે ઉપસ્થિત રહ્યો હતો. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate