ટંકારા : ટંકારામાં પરિણીતાએ પિયરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ટંકારામાં સરકારી હોસ્પીટલ પાસે સંધીવાસમાં માવતરે રહેતા સમીરાબેન આદીલભાઈ ધોણીયા (ઉ.વ. 25)એ ગઈકાલે તા. 16ના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ પિતા રફીકભાઈ જુમાભાઈના ઘરે ઓઢણીથી ગળેફાસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પિતાના કહેવા મુજબ તેણી છએક માસથી રાજીખુશીથી તેના સાસરે કુવાડવાથી અહી ટંકારા માવતરે આટો દેવા આવેલ હતી. તેણીનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને તેણીને સંતાન નથી. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate