મોરબી : ગત તા. 14ના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસનાં અનુસંધાને ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ - મોરબીમાં ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસનાં અનુસંધાને 'ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર' દ્વારાં માન્ય 'આર્યભટ્ટ' લોકવિજ્ઞાન કેન્દ્ર - મોરબી દ્વારાં તા. 12 ના રોજ સવારે 9થી 12 દરમ્યાન ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ નાં મુખ્ય દરવાજા (અંદર) સામે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ હતું. આ કેમ્પમાં ડો. અમિતભાઈ ઘેલાણી (BHMS) - તાલુકા હેલ્થ ઑફીસરએ સેવા આપેલ હતી. આ કેમ્પનો અનેક લોકોએ ભાગ લીધો હતો કોરોના મહામારીને ધ્યાને લઈ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય એ રીતે કેમ્પનું આયોજન કરવાંમાં આવ્યુ હતું. તેમ 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્રના એલ. એમ. ભટ્ટએ યાદીમાં જણાવ્યું છે. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate