મોરબી : સ્વ. કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મોરબીના અલગ અલગ વિસ્તારોમાં નાના બાળકોને ફટાકડા તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ વિતરણ કાર્યમાં કિશોરભાઈ હિરાણી, નિતીનભાઈ સેતા, નિલેશભાઈ ખખ્ખર તેમજ અમારા સંસ્કાર સીટી એપાર્ટમેન્ટના બાળકો હર્ષલ ખખ્ખર, વ્યોમ પુરોહિત, માધવ હિરાણી તથા કેવલ વાણિયા પણ જોડાયા હતા. સ્વ. કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યમાં આર્થિક સહયોગ નિલેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખર તરફથી મળેલ હતો.